Gujarat

ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક ખેતી કરતા ૭૫ ખેડૂત તૈયાર કરવાના આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં અને, જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવેની સહ અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડા જીલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક ખેતી કરતા ૭૫ ખેડૂત તૈયાર કરવા આયોજનબદ્ધ કામગીરી કરવા સુચન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાના આયોજન બાબતે સમીક્ષા કરવામાં આવી. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને જેમની પાસે દેશી ગાય નથી, તેવા ખેડૂતો માટે ગોબર ગૌ મૂત્રની ઉપલબ્ધી કરવા માટે આયોજનની ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં જે. એસ. સુથાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ખેડા, ડી.એચ રબારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેડા-નડિયાદ તેમજ તમામ તાલુકા વિકાસ આધિકારીઓ હાજર રહ્યાં હતા.

1-3-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *