Gujarat

ગ્રામ સ્વાગત કાર્યક્રમ માટે તારીખ ૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે

ગ્રામ સ્વાગત કાર્યક્રમ માટે તારીખ ૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે

“મારી અરજી તાલુકા સ્વાગત ‘ કાર્યક્રમમાં લેવી” તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને અરજી કરવાની રહેશે

ખેડા જિલ્લાના નાગરીકોએ તા.૨૪/૦૫/૨૦૨૩ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવા તથા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તેઓની ગ્રામ પંચાયત ખાતે આપવાની રહેશે. તેમજ પોતાના પડતર પ્રશ્નોની રજુઆત ક૨વા અંગેની અરજી તા. ૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં “મારી અરજી તાલુકા સ્વાગત ‘ કાર્યક્રમમાં લેવી” તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને ક૨વાની રહેશે.

આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટ૨, સ્ટે.(મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *