હાર્દિક કાનાબાર પ્રાચી
રાષ્ટ્રનિર્માણમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીનું યોગદાન ઐતિહાસિક છે. આપણાં દેશનાં બંધારણનાં શિલ્પકાર ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 132 જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ મા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામે પણ સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીજે ના સુર સાથે ઘંટયા પ્રાચી ગામના મુખ્યમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે કોમી એકતા પણ જોવા મળી હતી. હિન્દૂ સમાજ તથા મુસ્લિમ બિરાદરો આ કાર્યક્રમ મા જોડાયા હતા


