Gujarat

*ઘરઘાટી અંગેની માહિતી પોલીસ મથકે આપવા અંગે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું* ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો , અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ચોરી , લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા ત્તત્વો બહારના જિલ્લા / રાજયમાંથી આવી અત્રે ઘરઘાટી તરીકે ગુપ્ત આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે તેમજ માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે . મહદઅંશે આવા ઘરઘાટી પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે. આવા ઈસમોની કોઈ માહિતી કે વિગતો મકાન માલિકો પાસે હોતી નથી. જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઈસમોની અટક કરવી મુશ્કેલ બની જાય છે તેમજ આવા ઘરઘાટી તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી. વળી , મકાન માલિકો આવા ઈસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી , બનાસકાંઠા પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ અન્વયે મળેલ સતાની રૂએ હુકમ કરવામાં આવે છે કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈ મકાન માલિકો દ્વારા કોઈપણ વ્યકિતને ઘરઘાટી તરીકે રાખવામાં આવે ત્યારે આવા ઈસમો અંગેની જરૂરી માહિતી ફોટોગ્રાફ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. જેમાં ઘરઘાટીનું પુરૂ નામ , ઘરઘાટીનું બનાસકાંઠા જિલ્લાનું સરનામું , તેની સાથેના માણસની વિગત, જેના ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હોય તેનું નામ સરનામું ( બેત્રણ તમામ માલિકોના નામ તથા ઘરઘાટી તરીકેનો સમયગાળો ), બાંહેધરી અગર જેના મારફતે ઘરઘાટી તરીકે રાખેલ હોય તેનું નામ સરનામું, અગાઉ ઘરઘાટી રસોઈયા તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ- સરનામું, બનાસકાંઠા જિલ્લામાં ઓળખીતાના નામ અને સરનામા તથા મોબાઈલ નંબર, વતનનું સરનામુ પો.સ્ટેસન, તથા વતનમાં રહેતા તેના ભાઈ બહેન માતા પિતાના નામો, પરણિત હોય તો સાસરીનું નામ સરનામું, ઘરપાટીનું ચહેરા નિશાન , ઉ.વ. ઉંચાઈ , વર્ણન , અભ્યાસ વિ. ( ઓળખી શકાય તેવી નિશાની ) ની માહિતી આપવાની રહેશે. ઉકત હુકમ તા. ૨૮/ ૦૩ / ૨૦૨૩ થી તા. ૨૮ / ૦૪ / ૨૦૨૩ સુધી ( બંન્ને દિવસો સહિત ) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક .૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો , અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ચોરી , લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા ત્તત્વો બહારના જિલ્લા / રાજયમાંથી આવી અત્રે ઘરઘાટી તરીકે ગુપ્ત આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે તેમજ માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે . મહદઅંશે આવા ઘરઘાટી પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે. આવા ઈસમોની કોઈ માહિતી કે વિગતો મકાન માલિકો પાસે હોતી નથી. જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઈસમોની અટક કરવી મુશ્કેલ બની જાય છે તેમજ આવા ઘરઘાટી તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી. વળી , મકાન માલિકો આવા ઈસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી.
            જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી , બનાસકાંઠા પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ અન્વયે મળેલ સતાની રૂએ હુકમ કરવામાં આવે છે કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈ મકાન માલિકો દ્વારા કોઈપણ વ્યકિતને ઘરઘાટી તરીકે રાખવામાં આવે ત્યારે આવા ઈસમો અંગેની જરૂરી માહિતી ફોટોગ્રાફ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. જેમાં ઘરઘાટીનું પુરૂ નામ , ઘરઘાટીનું બનાસકાંઠા જિલ્લાનું સરનામું , તેની સાથેના માણસની વિગત, જેના ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હોય તેનું નામ સરનામું ( બેત્રણ તમામ  માલિકોના નામ તથા ઘરઘાટી તરીકેનો સમયગાળો ), બાંહેધરી અગર  જેના મારફતે  ઘરઘાટી તરીકે રાખેલ હોય તેનું નામ સરનામું, અગાઉ ઘરઘાટી રસોઈયા તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ- સરનામું, બનાસકાંઠા જિલ્લામાં ઓળખીતાના નામ અને સરનામા તથા મોબાઈલ નંબર, વતનનું સરનામુ પો.સ્ટેસન, તથા વતનમાં રહેતા તેના ભાઈ બહેન માતા પિતાના નામો,  પરણિત હોય તો સાસરીનું નામ સરનામું, ઘરપાટીનું ચહેરા નિશાન , ઉ.વ. ઉંચાઈ , વર્ણન , અભ્યાસ વિ. ( ઓળખી શકાય તેવી નિશાની ) ની માહિતી આપવાની રહેશે.
               ઉકત હુકમ તા. ૨૮/ ૦૩ / ૨૦૨૩ થી તા. ૨૮ / ૦૪ / ૨૦૨૩ સુધી ( બંન્ને દિવસો સહિત ) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક .૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *