Gujarat

ચલાલા ખાતે આવેલ વાલ્મિકી સમાજ વિસ્તારમાં લોક ભાગીદારીથી શેરી પેક દરવાજો બન્યો… આ સાથે ચલાલાના વોર્ડ નંબર ચારની કોઈ પણ શેરીના લોકો આવો પેક દરવાજો ફીટ કરાવવા માંગે તો ચલાલાના ઉદારદિલ અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં રઘુવંશી અગ્રણી પ્રકાશભાઈ કારીયા પોતાના સ્વખર્ચે પચાસ ટકા રકમ ચૂકવશે. એવુ પ્રકાશભાઈએ જણાવ્યું હતું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 ચલાલા શહેરમાં આજરોજ વાલ્મિકી સમાજ વિસ્તારમાં આવેલી એક શેરીમાં કોઈ ઢોર ઢાંખર ના પ્રવેશી શકે ,કોઈ તસ્કરો ન આવી શકે ,નાના બાળકો પોતાના આંગણામાં કોઈપણ જાતની મુશ્કેલી વગર રમી શકે તેવા શુભ વિચારોથી લોક ભાગીદારીથી શેરી પેક દરવાજો ચલાલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ગીતાબેન પ્રકાશભાઈ કારીયાના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો.     ગીતાબેન કારીયા અને પ્રકાશભાઈ કા રીયાનો દરવાજો બનાવવામાં સાથ સહકાર સહયોગ મળવા બદલ વાલ્મિકી સમાજ દ્વારા ગીતાબેન કારીયા અને પ્રકાશભાઈ કારીયાનું નાની બાળકી દ્વારા કુમકુમ તિલક કરી ,ફૂલહારથી સન્માન કરી મીઠાઈ વહેંચી મો મીઠા કરાવી આભાર વ્યક્ત કરાયો હતો,
      આ તકે પ્રકાશભાઈ કારીયાએ જણાવેલ કે વાલ્મિકી વિસ્તારમાં જે શેરીપેક દરવાજો અમારા હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો તે લોકભાગીદારીથી  બનાવવામાં આવેલ છે ,આ દરવાજો બનાવવા માટે જે રકમ થઈ છે તેની ૫૦ ટકા રકમ જે પરિવારો આ શેરીમાં રહે છે તે પરિવારો દ્વારા અને ૫૦ ટકા રકમ મારા તરફથી આપવામાં આવેલ છે ,વોર્ડ નંબર(૪) ચારમાં કોઈપણ વિસ્તારમાં લોક ભાગીદારીથી શેરી પેક દરવાજો બનાવવો હોય તો ૫૦ ટકા રકમ આપી વિસ્તારમાં વધુ સુવિધા આપવા મારી લાગણી વ્યક્ત કરું છું તેમ પ્રકાશભાઈ કારીયાએ અંતમા જણાવ્યું હતું તેમ સંજયભાઈ પી. કારીયા એક યાદીમાં જણાવેલ છે

IMG-20230125-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *