Gujarat

ચલાલા ગામના નિવૃત શિક્ષક શ્રી સુલેમાન દલનું ઘર એટ્લે જાણે ‘ રેડિયો મ્યુઝિયમ ‘ સાવરકુંડલાનાં પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ આ સુલેમાન દલ સાહેબ પાસે પ્રાથમિક શાળામાં ચિત્રનું શિક્ષણ લીધેલ છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
૧૩ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘ વિશ્વ રેડિયો દિવસ ‘ તરીકે ઉજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે  હયાત છે . ત્યાં સુધી કે મોબાઇલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની  મહત્તા  છે. ‘ વિશ્વ રેડિયો દિવસ ‘ તવારીખ ચકાસતા જાણવા મળે છે કે,યુનેસ્કો દ્વારા ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ ના રોજ પ્રથમ વાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે ૧૩ મી એ સોમવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થાય છે  ત્યારે અમરેલી જિલ્લાના ચલાલા ગામના નિવૃત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને  પ્રેરણા આપનારો છે . રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે જો કે, હવે રેડિયોનું સ્વરૂપ બદલાઈ ગયું છે . એક જમાનામાં વાલ્વ વાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઇલથી  લઈને નાઇટ લેમ્પ સુધી પહોચી ચૂક્યો છે.
  શ્રી સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે . ઘરના જુદા- જુદા ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફકત રેડિયો જ નજરે પડે છે.  આ તમામ રેડિયો આજે પણ શરૂ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે. ૭૭ વર્ષીય શ્રી સુલેમાનભાઈ પાસે વિવિધ કંપીઓના , વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવા અતિ દુલર્ભ કહી શકાય તેવા રેડિયો પણ છે. આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક જીણવટભરી બાબતોનો  તેઓ અભ્યાસ કરે છે . તેમને રેડિયોના એક એક પાર્ટ વિશે તલસ્પર્શી જાણકારી હોય છે . બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રીપેર કરી તેને શરૂ કરે છે . તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે . રેડિયોના શોખ વિશે માહિતી આપતાં શ્રી દલ જણાવે છે કે પોતે  નાનપણથી જ રેડિયોનો શોખ હતો, ૧૯૬૪માં અમરેલી ખાતે ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. પોતાને  રેડિયોના વેચાણની દુકાન હતી એટ્લે રેડિયો સાથે  ખૂબ લગાવ હતો . જો કે, રેડિયો સંગ્રહની શરૂવાત નોકરીમાંથી નિવૃતિ બાદ, વર્ષ ૨૦૦૦થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતાં કરતાં તેની  પાસે વાલ્વવાળા વિવિધ ૭૨ રેડિયો છે . જ્યારે ૧૨૨ જેટલા ટ્રાન્ઝિસ્ટર   રેડિયો મળીને કુલ ૨૦૦ રેડિયો સંગ્રહમાં છે . આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે .
તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેંડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે . જેમાં વધુમાં વધુ ૩૨ બૈન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મરછું નો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી ‘ રંગભૂમીના રંગો’ નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે શ્રી સુલેમાનભાઈ દલની યાદોં , રેડિયોના કારણે જ જોડાયેલી છે, તેઓ રેડિયોના ગ્રાહક – સાધક અને ‘રેડિયો મેન ‘ છે તેવું  કેહવામાં સહેજ પણ  અતિશ્યોક્તિ નથી .
  રેડિયો ઉપરાંત શ્રી સુલેમાન દલ પાસે જૂની , ઈલેક્ટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર , રેર ગ્રામોફોન પ્લેયર, ચેંજર, હાથથી સંચાલિત વિડીયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે. આ ઉપરાંત તેઓ પાસે ફૂલો અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ છે..

IMG-20230212-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *