ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા ” e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામાં આવતી “ !-FIR – અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ હોયજે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં – A FIR ” થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ચલાલા પ..સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૦૮/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ નો ગુન્હો તા-૦૩/૦૫/૨૦૧૩ના રોજ દાખલ થયેલ
હોય જે અનડિટેક્ટ ગુન્સે ડિટેક્ટ કરવા નાયબ પોલીસ અધીક્ષક સાહેબ શ્રી એય,બી,વોરા નાઓના માર્ગદર્શન હેઠળ
ચલાલા પો.સ્ટે ના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી કે.એલ.ગળચર સાહેબની સુચના મુજબ સદરહું ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ હોય અને તા.૦૮/૦૫/૨૦૨૩ ના રોજ ટેક્નીકલ સોર્સ આધારે ચલાલા ધારી રોડ, રેલ્વે ફાટક પાસેથી ચલાલા સર્વેલન્સ ટીમ દ્વારા એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમ વિરુધ્ધ ચોરીના મોબાઇલ ફોન આધારે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ
પકડાયેલ મુદ્દામાલની વિગત-
૧) ચલાલા પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૦૮/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન MOTO કંપનીનો EDGE-20 મોડેલ નો કી,રૂ,૨૫,000/- નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે,
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ચાપરાજભાઇ સેલારભાઇ વાળા ઉ.વ.૩૧ ધો.ખેતી રહે.ખીજડીયા તા-બગસરા.જી.અમરેલી.
આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ.શ્રી કે.એલ.ગળયરની સુચના અને માર્ગદર્શન હેઠળ
ચલાલા પો.સ્ટે.સર્વેલ્સ ટીમના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


