ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૭/૦૪/૨૦૨૩ ના રોજ બીચ્છુભાઈ ભગુભાઇ વાળા, ઉ.વ.૫૦, રહે.હાલ મીઠાપુર (ડુંગરી), તા.ધારી, જિ.અમરેલી વાળા ચલાલા, બસ સ્ટેન્ડ પાસે, ધારી રોડ પરના ગેઇટ પાસે બેસેલ હોય, તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૧,૪૯૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે બીચ્છુભાઇ દ્વારા L-FIR કરાવેલ હોય, જે L-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી ચલાલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૫૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૦૮/૦૬/૨૦૨૩ નાં ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચલાલા, બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
કિશનસિંહ હરીસિંહ રાજપુત, ઉ.વ.૩૨, રહે.મીઠાપુર (ડુંગરી), તા.ધારી, જિ.અમરેલી મુળ રહે.માજાવાસ, જિ.ભીલવાડા (રાજસ્થાન)
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક ઓપ્પો કંપનીનો A15-5 મૉડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૧,૪૯૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


