Gujarat

ચાઈલ્ડ ઇન સ્ટ્રીટ સિચુએશન હેઠળ આવતા બાળકોની યોજનાઓ માટે રીવ્યુ મીટીંગ યોજાઈ.

ચાઈલ્ડ સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળ આવતા બાળકોને જિલ્લા કક્ષાએ વિવિધ યોજનાઓ માટે છોટાઉદેપુર જિલ્લાના સંકલન હોલમાં વિવિધ કચેરીઓની એક સમીક્ષા બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં આધારકાર્ડ આયુષ્યમાન કાર્ડ બેન્ક એકાઉન્ટ નિર્માણ કાર્ડ વિવિધ શિષ્યવૃત્તિઓ હેલ્થ ચેક અપ બસ પાસ સાધન સહાય યોજનાઓ શિક્ષણની વિવિધ યોજનાઓ અંગે કલેકટર દ્વારા માહિતી માંગવામાં આવી હતી અને વિવિધ કચેરીઓના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચાઈલ્ડ ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળ બાળકોને રહેવાની અને શિક્ષણની સુવિધા મળી રહ્યો તે માટે આવા જરૂરીયાત મંદ બાળકોને આઈડેન્ટીફાય કરી યોગ્ય સુવિધા માટે સહાય કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં હાલ આવા ₹35 જેટલા બાળકોનો સીઆઈએસએસમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230506_135131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *