વડોદરા ના તરસાલી વિસ્તાર માં રહેતા ઋચિતાબેનની ચાર વર્ષ ની બાળકી હાથ પગ ચાલતા ન હોય તેવી જન્મ જાત બીમારીથી પીડાતી બાળકીને બોડેલી ના હોમિયોપેથીક ડોકટરે સારી કરીને હાલતી ચાલતી કરી દેતા પરિવારમાં ખુશી વ્યાપી છે.
બાળકી ધ્રુવી ની માતા ઋચિતાબેને કહ્યું, કે પુત્રી ધ્રુવી જેમજેમ મોટી થતી ગઈ તેની બીમારી ની જાણ થઈ અને બાળકી ચાલતી નહિ,હાથ હલે નહિ, બોલવું નહિ, ખાવું નહિ. માતા બાળકી ને ઊંચકી ને અનેક હોસ્પિટલો માં લઇ ગઈ પણ કોઈ ઈલાજ થયો નહિ, છેવટે બોડેલીમાં હોમિયોપેથીક ક્લિનિક ચલાવતા ડો. ઈસ્માઈલ ખત્રી ના સિફા ક્લિનિક પર બાળકીને લઈને ઋચિતાબેન વડોદરા તરસાલીથી આવ્યા અને ઇલાજ શરૂ કર્યો. 15 દિવસમાં રીઝલ્ટ મળવા લાગ્યું અને થોડાક જ મહિનામાં બાળકી ધ્રુવી ચાલતી રમતી અને બોલતી થઈ ગઈ. જાણે ચમત્કાર થયો હોય તેમ પટેલ પરિવાર માં ખુશી વ્યાપી હતી.
આ અંગે ડો. ઈસ્માઈલ ખત્રી એ પણ બાળકીના સાજા થઈ જવા પર ખુશી વ્યક્ત કરી હતી અને હોમિયોપેથીક ઇલાજ કરવા કહ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


