Gujarat

ચાર સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું : હત્યા, એટ્રોસિટી હેઠળ ગુનો

રાજકોટ જીલ્લાના પડધરી ખાતે રહેતા અને મજુરીકામ કરતા શ્રમિકને ગત રાત્રે ચાર શખસોએ બહાર બોલાવી ઝુપડું ખાલી કરી જતો રહે કહી ઢીકાપાટુનો માર મારી હત્યા નીપજાવતા પડધરી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે હત્યા, એટ્રોસિટી એકત મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાહોદનો અને છેલ્લા ચારેક વર્ષથી પડધરી ખાતે લોટસ સ્કુલ પાછળ ઝુપડામાં પિરવાર સાથે રહી જુદા જુદા સ્થળોએ મજુરીકામ કરતો વીનું કરશનભાઈ મીનામા ઉ.૩૫ નામનો યુવાન ગત રાત્રે પોતાના ઝુપડામાં હતો ત્યારે ધવલ વલ્લભભાઈ પટેલ અને ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ઝઘડો કરી, ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તું અહીંથી ઝુપડું ખાલી કરીને જતો રહે કહી ચારેયે ઢીકાપાટુનો માર માર્યો હતો દેકારો થતા પત્ની સહિતના પરિવારજનો બહાર દોડી આવ્યા હતા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયો હતો.
પરંતુ અહીં મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા પડધરી પોલીસ મથકના પીએસઆઈ યાદવ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો પોલીસે મૃતકના પત્ની સુમીબેન મીનામાની રિયાદ પરથી ધવલ પટેલ અને ત્રણ અજાણ્યા શખસો સામે હત્યા, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી યુવકના મોતથી ત્રણ દીકરી અને એક દીકરાએ પિતાનું છત્રગુમાવ્યું છે.
રિપોર્ટર – નિખીલ ભોજાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *