માળીયાહાટીનામાં આરોગ્ય વિભાગના સહયોગથી વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આભા મલ્હોત્રા, ડો.પુનમ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેષ કછોટ હાજર રહ્યા હતા. જેમાં તેઓએ મેલેરીયા, ડેન્ગ્યુ, હાથી પગા જેવા મચ્છરજન્ય રોગની સમજ આપી હતી. તેમજ આ તકે માળીયા હાટીન માં જનજાગૃતિ માટે એક બાઈક રેલી યોજાઈ હતી. જેમાં તાલુકાના તમામ MPHW અને CHO જોડાયા હતા. તેમજ ચોરવાડ સરકારી દવાખાને થી બંદર સુધી લાંબી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી.


