Gujarat

છસ્ઝ્ર બજેટ બેઠકમાં હોબાળો, અદાણી મુદ્દે વિપક્ષે કહ્યું- ૧૨ કરોડનો ટેક્સ બાકી, કાર્યવાહી કેમ નહીં?

અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની બે દિવસની બજેટ બેઠકના બીજા દિવસે સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા. સામાન્ય બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે અદાણી મુદ્દે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ટેક્સ બાબતે નાગરિકો સામે કડક કાર્યવાહી કરી અને સીલ કરે છે તો અદાણીનો રૂ. ૧૨ કરોડનો ટેક્સ બાકી છે તો તેમની કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. ૧૦ પ્લોટ છસ્ઝ્રએ ૧૬ કરોડની કિંમતમાં આપી દીધા. શહેઝાદખાન પઠાણે ભાજપ સંબંધો હોવાની વાત કહી અને બિનસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો. ભાજપના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે કોંગ્રેસ માટે બિન સંસદીય શબ્દનો ઉપયોગ કરતા બેઠકમાં મોટો હોબાળો થયો હતો. ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો આમને- સામને આવી ગયા હતા. જેથી મેયરે તાત્કાલિક લંચ બ્રેક કરવાની ફરજ પડી હતી. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તેને રેકર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે બજેટની ચર્ચા દરમિયાન બોલ્યા હતા કે, છેલ્લાં થોડા દિવસોથી અમેરિકાની એક શોર્ટ સેલિંગ સંસ્થા હિંડનબર્ગનો એક રિપોર્ટ ચર્ચામાં છે. આ હિંડનબર્ગના રિપોર્ટની ચર્ચા છે. તેની પાછળના બે કારણો છે, એક તો આ રિપોર્ટના કારણે દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગણતરીના દિવસોમાં દુનિયાના અમીરોની ટોપ-૨૦ની યાદીમાંથી પણ બહાર થઇ ગયા છે. હાલ તો અમદાવાદ શહેરની ચાની કિટલી ઉપર જાઓ તો પણ અદાણી અને હિંડનબર્ગના રિપોર્ટની ચર્ચા છે. સોશિયલ મીડિયા ઉપર પણ અદાણી અને હિંડનબર્ગના રિપોર્ટની ચર્ચા છે, લોકસભા અને રાજ્યસભામાં પણ અદાણી અને હિંડનબર્ગના રિપોર્ટની ચર્ચા છે. અદાણીએ શું ગોટાળા કર્યા તેની તમામ બાબતોથી આપ સૌ વાકેફ હશો પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અદાણીનું કનેક્શન છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *