ઉનાના ખજુદ્વા ગામે રહેતો આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદ હોય તેને છેલ્લા એક વર્ષથી વચગાળાના જામીન પર છુટ્યો હતો.
અને પરત રાજકોટ જેલમાં હાજર થવાના બદલે છેલ્લા એક વર્ષથી ફરાર હોય જેથી જીલ્લા એલ સી બી ટીમે સંયુક્ત બાતમી આધારે
આ આરોપીને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવેલ….
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ જીલ્લા ઇ.ચા. પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમા દ્વારા પેરોલ,
વચગાળાના જામીન તેમજ ફર્લો રજા પરથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના મુજબ એલ.સી.બી.ના એ એસ.ચાવડાના માર્ગદર્શન
હેઠળ પી એસ આઈ વી.કે.ઝાલા, પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ તેમજ પેરોલ ફર્લોના
જયરાજસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ સંયુકત બાતમી મળી હતી.
અને બાતમી આધારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો કેદી મનસુખ ભગવાન ચૌહાણ રહે. ખજુદ્રા, વાળાને તા.૨૩ માર્ચ
૨૦૨૨ ના જેલ ખાતે હાજર થવાના બદલે વચગાળાના જામીન પરથી છેલ્લા એક વર્ષથી ફરાર થઈ ગયો હતો. આ આરોપીને પકડી
પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


