Gujarat

છોટાઉદેપુથી વલસાડ જતી બસના ડ્રાઇવરને ચાલુ બસમાં ચક્કર આવતા અકસ્માત સર્જાયો,

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર થી વલસાડ જતી બસના ડ્રાઇવર ઇન્દ્રજીત છગનભાઈ રાઠવા ને ચાલુ બસમાં અચાનક ચક્કર આવતા છોટાઉદેપુર થી લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલ સિંગલા ઘાટી નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી, બસની અંદર 25 જેટલા મુસાફરો સવાર હતા, સદ નસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, અને બસનો આગળનો કાચ તૂટી ગયો હતો જોકે એસટી બસના ડ્રાઇવર ઇન્દ્રજીત છગનભાઈ રાઠવા ને ચક્કર આવતા 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230311-140136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *