છોટાઉદેપુરથી કવાંટ હાફેશ્વર જતી મીની બસ ચાલુ કરવામાં આવી છે જેને લઈને આજે એસટી ડેપો ખાતે ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી, મીની બસ ચાલુ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા એસટી ડેપોના મેમેજર સહિત એસટી ડેપોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર