Gujarat

છોટાઉદેપુરના જડીયાના ગામે વીજળી પડતાં ઝાડ નીચે ઉભેલી યુવતીનું મોત

છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના જનીયારા ખાતે ગાજવીજ સાથે વરસાદ થતાં ખેતરમાં ઝાડ નીચે ઉભેલી યુવતી ઉપર વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો હતો. કેટલીક ઠેકાણે વરસાદ વરસ્યો હતો, તો કેટલીક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આજરોજ છોટા ઉદેપુરના જડીયાના ગામની યુવતી સુગરીબેન નાયકા અને તેના પિતા ઝાડ નીચે સુતા હતા. તેઓને જમવા માટે ઘરમાં મોકલ્યા હતા અને ત્યારે જ અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસતાં યુવતી આંબાના ઝાડ નીચે ઊભી રહી ગઈ હતી તે સમયે વીજળી પડતાં સુગરીબેનનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230418-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *