Gujarat

છોટાઉદેપુરના તેજગઢ નજીક સીએનજી કાર વૃક્ષ સાથે ભટકાયા બાદ સળગી ઊઠતા કાર સાથે કાર ચાલક યુવક પણ આજની જ્વાળામાં જીવતો હોમાયો.

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ નજીક રેલવે ફાટક પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કાર અને કાર ચાલક યુવક આગમાં સળગી ગયા. મૂળ પાટણના અને હાલ વડોદરાના માંજલપુર ના રહેવાસી 29 વર્ષના આશાસ્પદ યુવાન હિતેશ પટેલ છોટાઉદેપુરના રંગપુર નજીક પોતાના બાંધકામના કોન્ટ્રાકટ ના કામ અર્થે મારુતિ વેગન આર કાર કે જેમાં સી.એન.જી. કીટ લાગી છે તે ચલાવી આવતા હતા દરમિયાન વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં બરાબર તેજગઢ રેલવે ફાટક નજીક કાર વૃક્ષ સાથે અથડાઈ અને કારમાં આગ લાગી ઉઠી, નજીકમાં જ રેલવેના સિક્યુરિટી જવાને ત્યાં પહોંચી કાર ચાલકને કાર માંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે ઝડપથી સમગ્ર કારને ચપેટ માં લઈ લીધી અને ગણતરીની મિનિટોમાં જ આખે આખી કાર ભડભડ સળગવા લાગી. સિક્યુરિટી ગાર્ડ એ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અકસ્માતને લઈ હિતેશ પટેલ સ્ટીરિંગ નીચે ફસાઈ ગયો હોવાથી બહાર કાઢી ના શકાયો અને આખરે કાર સાથે કાર ચાલક યુવાન પણ બળી ને ખાખ થઈ ગયો માત્ર કંકાલ જ બચ્યું. અકસ્માતની દુઃખદ ઘટનાના પગલે છોટાઉદેપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કારમાં લાગેલી સી.એન.જી. કીટ આર. ટી. ઓ દ્વારા પ્રમાણિત હતી કે કેમ તેમજ અકસ્માત કેવી રીતે થયો તે અંગે તપાસ હાથ ધરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *