Gujarat

છોટાઉદેપુરના બોડ ગામનો યુવાન અગ્રિવીર તરીકે પસંદગી પામ્યો

છોટાઉદેપુર તાલુકાના બોડગામના યુવાન અશ્વિનકુમાર વેસ્તાભાઈ રાઠવાની અગ્નિવીર ભરતીમાં સિલેક્શન થતા સમગ્ર ગામ,તાલુકા અને સમાજમાં આનંદની લહેર પ્રસરી છે. આ યુવાન હાલ છોટાઉદેપુરની એસ.એન કોલેજમાં ટી.વાયબી કોમમાં અભ્યાસ કરે છે.
યુવાનના મા,બાપ ખેત મજૂરી કરે છે. યુવાન અશ્વિનભાઈ છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયમાં રહીને અભ્યાસ કરે છે. આ યુવાને અગ્નિવીરની બંને લેખિત અને પ્રેક્ટિકલ એક્ઝામમાં ઉત્તીર્ણ થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં અગ્નિવીર ભરતીમાં પસંદગી પામનાર આ પહેલો યુવાન છે તેમ જાણવા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *