દેશભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર ડોન બોસ્કોના હોલમાં લોક સેવા કેન્દ્ર અને આરાધના સદન દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની આદિવાસી મહિલાઓ જોડાઈ હતી, ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર આદિવાસી મહિલાઓમાં જાગૃતિ આવે અને મહિલાઓને તેમના હક્ક અને અધિકાર વિશે જાણે સાથે સરકારની મહિલા લક્ષી યોજનાઓથી અવગત થાય અને મહિલા સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ હેલ્પ લાઇન,મહિલા આયોગ દ્વારા કાર્યરત નારી અદાલત,સમાજ સુરક્ષા વિભાગ સહિતના વિભાગો ના પ્રતિનોધીઓ દ્વારા માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી,કાર્યક્રમમાં મધ્યપ્રદેશ ની એક આદિવાસી યુવા મહિલા વકીલને પણ આમંત્રિત કરવામાં આવી હતી,મહિલા દિવસના કાર્યક્રમમાં ગામડે ગામડે થી પોતાના આદિવાસી પારંપરિક વસ્ત્રો અને ઘરેણાં પરિધાન કરી ઉપસ્થિત આદિવાસી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આદિવાસી નૃત્ય કરી અનોખી રીતે આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
બાઈટ: સિસ્ટર કેરોલીના,આરાધના સદન સંચાલિકા,ડોન બોસ્કો,છોટાઉદેપુર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


