છોટાઉદેપુર ખાતે નગરની વચ્ચોવચ આવેલી નાની તલાવડીમાં દેવેન્દ્રભાઈ જોશીની ભેંસ ફસાઈ જતા નગરપાલિકા ની ફાયર ફાઈટર ની જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને કેટલાક નગરના યુવાનો પણ મદદે આગળ આવ્યા હતા. ભારે જહમતો બાદ વેલા માં ફસાયેલી ભેંસ ને કાઢવામાં સફળતા મળી હતી. ભેંસ બહાર નીકળતા માલિક દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો. અને ફાયર ના જવાનો નો અને મદદ આવેલા યુવાનોનો આભાર માન્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર