છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં પેપરો ફૂટી જવાના બનાવો બનિ રહ્યા છે. આ મુદ્દે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે, પરંતુ યુવરાજસિંહ જાડેજાને ડમી કાંડમાં નામ નહીં ખોલવાના કાંડને લઇને તેમની સામે ગુનો દાખલ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.
આજે યુવરાજસિંહના સમર્થનમાં છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેમજ યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર આપ્યા બાદ છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું કે, યુવરાજસિંહ જાડેજાએ યુવા પેઢી માટે લડાઈ કરે છે, જે પેપર ફૂટી જાય છે. એના લીધે એ લડત કરતા હતા, પણ એમને ખોટા કૌભાંડ કરીને કે એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે. જો આવી રીતે ચાલશે તો યુવા, દેશ કે ગુજરાતનું ભવિષ્ય શું થશે ?. જે લોકો પરીક્ષા નથી આપતા એ લોકો અધિકારી બની જાય છે. અને જે લોકો 24 કલાક દિન-રાત મહેનત કરે છે તે ક્યાં જશે?. એ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. સરકાર અમારા આવેદનપત્ર સ્વીકારીને તેના ઉપર કામ કરે એટલું જ કહેવા માંગીએ છીએ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર