Gujarat

છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી વહન કરતા બે ટ્રેક્ટર ચાલકોને વન વિભાગે ઝડપી પાડયા 

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતી વહન કરતાં બે ટ્રેકટર સહિત બે આરોપીઓને ઝડપી પાડતાં રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. છોટાઉદેપુર જિલ્લાને ભેટ સોગાત સ્વરૂપે કુદરતી સૌંદર્યનો ખજાનો વારસામાં મળી આવેલ છે. જેમાં લીલાછમ ગાઢ જંગલ ધરાવતો આ વિસ્તાર ને વિશાળ ઓરસંગ પટ પણ મળી આવતાં તેનો સદુપયોગ થવો જોઈએ તો કેટલાંક વિકૃત માનસિકતા ધરાવતા તત્વો દ્રારા તેને નાશ કરવાની સોપારી લીધી હોય તેમ આડેધડ રેતી ઉલેચી રાતો રાત માલદાર થવા રાચતા વ્યક્તિ ઓ સામે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, ત્યારે છોટાઉદેપુર રેન્જ અધિકારી ના માર્ગદર્શન તેમજ સુચના પ્રમાણે બાતમીના આધારે કેવડી રાઉન્ડમાં આવેલ ઝોઝ બીટમાંઆવેલ નદીવાળા ભાગમાંથી વચલીભીત ગામના રહેવાસી અંબુભાઈ જેમતાભાઇ રાઠવા તથા રૂપસિંગભાઈ ભદા ભાઈ રાઠવા ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રેતીની ચોરી કરી વહન કરતાં છોટાઉદેપુર વન વિભાગ છોટા ઉદેપુર રેન્જ અધિકારી, વનપાલ તેમજ વનપાલ કેવડી તેમજ સ્ટાફ દ્વારા અટક કરવામાં આવેલ છે. અને આ રેતી કયાં લઈ જતાં હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અને આરોપી તથા ટ્રેકટર ફતેપુરા ડેપો છોટાઉદેપુર ખાતે વધુ તપાસ માટે લાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *