Gujarat

છોટાઉદેપુર અલીરાજપુર હાઈવે રોડ પર ચિસાડિયા બ્રિજ પર સળિયા બહાર નીકળી જતાં અકસ્માત થવાનો ભય, તાત્કાલિક સામારકામ કરવાની ઉઠી માંગ.

છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ ને જોડતો નેશનલ હાઈવે નંબર 56 પર ચિસાડિયા ગામ પાસે આવેલા રેલ્વે બ્રીઝ ઉપર દબાવવામાં આવેલ લોખંડ ની એંગલો અને સળિયા બહાર નીકળી જતાં અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે, જે બહાર નીકળી આવેલ એંગલો નું તાત્કાલિક સમાર કામ હાથ ધરવા ની માંગ ઉઠવા પામી છે,
 ચિસાડિયા રેલવે બ્રિજ ઉપર બ્રિજ પર દાબવવા માં આવેલ લોખન્ડ ની એંગલો અને સળિયા બહાર નીકળી ગયા છે, અને આ એંગલ પર વાહન પસાર થાય તો એગલો ઉચ્છળે છે, હાલ લગ્ન ની સીઝન ચાલતી હોય જેને લઈને રાત્રી ના સમયે ખાસ લોકોની અવર જવર રહે છે ત્યારે બહાર નીકળી ગયેલી એન્ગલ પર અકસ્માત થવાની શક્યતા જણાય રહેલી હોય જેને તાત્કાલીક રીપેરીંગ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના ઘટે તો નવાઈ નહીં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230415_163932.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *