આજે દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરની 132 મી જન્મ જયંતિની રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ,દલિત સમાજ દ્વારા નગરના ગંજી ફળિયામાંથી એક રેલીનું કાઢવામાં આવી જે નગરના કસ્બા,પાંજરાપોળ,ફતેપુરા, ગુરુકૃપા સોસાયટી અને પેલેસરોડ ઉપર થઇ આંબેડકર ચોક પહોંચી હતી,રેલીમાં વિવિધ વેશભૂષામાં સજ્જ નાના ભૂલકાઓ,મહિલાઓ ,યુવાઓ અને વડીલો સહિત દરેક સમાજના લોકો જોડાયા હતા,સવારથી વિવિધ સંગઠનો અને તમામ પક્ષના નેતાઓ ,સામાજિક આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવાનો બપોર સુધી સતત દોર ચાલ્યો હતો,સાથે કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર,જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે પ્રતિમા સ્થળે સમરસતા દિવસની ઉજવણીના ભાગરૂપે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં આદિવાસી ટીમલી સાથે મુકેશ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


