ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ના સંગઠનમાં નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં પાવીજેતપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીને પ્રથમ વખત જ ધારાસભ્ય પદની ચુંટણી લડ્યા હતા અને તેઓને સારા એવા મત મળ્યા હતા અને તેઓને પાવીજેતપુર વિધાનસભા ઈનચાર્જ તરીકે નો પણ હોદ્દા સાથે તેઓને વધુ એક આપ પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી ગુજરાત આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા આપવામાં આવી છે જેથી છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા ને ફૂલહાર પહેરાવીને પેંડા ખવડાવી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા, રમણભાઈ રાઠવા, અરવિંદભાઈ રાઠવા,કલ્પેશ રાઠવા, જિગ્નેશ રાઠવા સહિત અનેક યુવા કાર્યકરો ઉપસ્થિત રહી રાધિકા રાઠવા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


