Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માર્ગ મકાન વિભાગના ડે.ઇજનેરને રૂ.2 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે માર્ગ મકાન વિભાગમાં વિકાસ કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાના આવી રહ્યો છે. જેનો તાદૃશ્ય પુરાવો મળ્યો અને એન્ટી કરપ્શન વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડે.ઇજનેર હરેશ ચૌધરીને રૂ. ૨ લાખની લાંચ લેતાં વડોદરા અને નર્મદા ACBએ રંગે હાથે ઝડપી પાડ્યો છે.
નસવાડી માર્ગ મકાન વિભાગના ડે.ઇજનેર હરેશ ચૌધરી દ્વારા વિકાસના કામોમાં ટકાવારી માંગતા હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન વિભાગને મળતાં વડોદરા અને નર્મદાની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. નસવાડીના ડે.ઇજનેર દ્વારા ટકાવારી પેટે રૂ.10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેના રૂ.2 લાખ રોકડા અગાઉ લઈ લીધા હતા અને બીજા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હતા અને એન્ટી કરપ્શન વિભાગને ફરિયાદ કરતાં આજ રોજ છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂ.2 લાખની લાંચ લેતાં વડોદરા અને નર્મદા એન્ટી કરપ્શન વિભાગે ડે.ઇજનેર હરેશ ચૌધરીને રંગે હાથ ઝડપી પાડયો છે. ત્યારે સમગ્ર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230411-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *