Gujarat

છોટાઉદેપુર જિલ્લાના હોટલ/ગેસ્ટ્ હાઉસના સંચાલકોએ પથિક સોફટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવાની રહેશે

છોટાઉદેપુર: તા. ૦૬ છોટાઉદેપુર જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ્ હાઉસના સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટ્ હાઉસમાં આવતા આગંતુકોને રૂમ ભાડે આપતી વખતે રૂમ ભાડે રાખનાર પાસેથી તેઓની ઓળખાણના પુરાવા જેવા,કે ઓળખકાર્ડ, આધારકાર્ડ ઇલેકશનકાર્ડ પાનકાર્ડ વિગેરેની નકલો મેળવીને રૂમ આપે તેનું અલાયદું રજીસ્ટ્રર નિભાવવું જરૂરી છે. સાથો સાથ રીસેપ્શન કાઉન્ટ પર ઇન્દ્રનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટરસ્કેનર રાખી અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજેરોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેઆર.કે.ભગોરાએ પોલીસ અધિક્ષકની દરખાસ્તને આધારેજાહેરનામું બહાર પાડી સુચના જારી કરી છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયા અનુસાર જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં આવેલ હોટલો ગેસ્ટ્ હાઉસ કે ધર્મશાળાના માલિકો દ્વારા તેમાં રહેવા આવતા નાગરિકોને રૂમો ભાડે આપે ત્યારે રૂમમાં રહેતા દરેક નાગરિકોની પ્રવેશ અંગે રાખવામાં આવતા અલાયદા રજીસ્ટ્રમાં નોંધ કરી તે દરેક વયના નાગરિકોના ઓળખના પુરાવા જેવા કે ઓળખકાર્ડ આધારકાર્ડ ચૂંટણી કાર્ડ પાનકાર્ડ વિગેરેની નકલ મેળવી રૂમ ભાડે આપવામાં આવે તેના ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે. દરકે હોટલગેટ્ હાઉસ રીસેપ્શન કાઉન્ટ પર ઇન્ટનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર સ્કેનર રાખવામાં આવે. અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેPATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની
વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ આગામી તા. ૦૩/૦૪/૨૦૨૩ થી તા.૦૨/૦૬/૨૦૨૩ સુધ ી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *