Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 100 થી વધુ યુવાનો પોલીસ ભરતીમાં પાસ થતાં યુવાનો નોકરી માટે ટ્રેનીંગ કેમ્પમાં જતા ગ્રામજનોમાં ખુશીની લહેર ગ્રામજનોએ ફૂલહાર પેહરવી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી  

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં 4500 જેટલી પોલીસ ખાતામાં જગ્યાઓ માટે એસઆરપી તેમજ પોલીસ જવાનોની ભરતી માટે પરીક્ષા લીધી હતી જેમાં સમગ્ર ગુજરાતના યુવાનોએ ફોર્મ ભર્યા હતા જેથી છોટાઉદેપુર જિલ્લામાંથી 20 થી 30 હજાર જેટલા યુવાનોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી સૌપ્રથમ ગ્રાઉન્ડ પાસ કરનાર યુવાનોની લેખિત પરીક્ષા લેવાઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના 100 થી વધુ યુવાનો ગ્રાઉન્ડ અને લેખિત પરીક્ષામાં પાસ થતાં જિલ્લાનું ગોરવ વધાર્યું હતું આદિવાસી વિસ્તારના ગરીબ યુવાનો નોકરીની તક મેળવવા માટે વર્ષોથી રાહ જોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા જયારે મેરીટ બહાર પડતાં છોટાઉદેપુર જિલ્લામાં 100 થી વધુ યુવાનોઓની પસંદગી થતાં ગોધરા સહિત અન્ય સેન્ટરો ઉપર ટ્રેનીંગમાં જતા ગ્રામજનો અને પરિવારમાં ખુશી વ્યાપી હતી જેથી ગ્રામજનોએ ઠેર ઠેર ફૂલહાર પેહરાવી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી
મેલ ફોટો લાઈન :- પોલીસ એસ.આર.પી જવાની ભરતીમાં પસંદગી થતાં ટ્રેનીંગમાં જતાં યુવાનને મિત્રોએ શુભેચ્છા પાઠવી ફૂલહાર પેહરવી વિદાય આપી તેની તસ્વીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *