રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું પરિણામ આવ્યું છે જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતાં આ વર્ષે વધારે પરિણામ આવ્યું હતું, આ વર્ષે જિલ્લાનું પરિણામ 61.44 ટકા આવ્યું છે, જિલ્લામાં પ્રથમ ક્રમાંકે શેઠ એચ એચ શીરોલાવાલા સ્કૂલ બોડેલીના વિધાર્થી અંશ કુમાર અલ્પેશભાઈ પટેલ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે,સાથે બીજા ક્રમાંકે મોડેલ સ્કૂલ કવાંટ ની વિદ્યાર્થીની અમીન મીરલ વિજયકુમાર આવેલ છે,સાથે જિલ્લામાં ત્રીજા ક્રમાંકે બરોડા પબ્લિક સ્કૂલ પીપળસટ સંખેડાની વિદ્યાર્થીની પ્રાંજલબેન સુભાષભાઈ કોળી નાઓનો આવેલ છે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


