મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ની સરહદે આવેલ રાજ્યના આદિવાસી વિસ્તારના સૌથી પછાત ગણાતા એવા કવાંટ તાલુકાના વજેપુર ગામમાં મોટી સંખ્યામાં ગામલોકો એકત્રિત થઈ વજેપુર ગામના ગમાણ ફળીયા ને જામલી ગામ સાથે જોડતા રસ્તાના કામનું વિરોધ નોંધાવી અટકાવ્યું છે,ગામલોકોનો આરોપ છે કે લાંબા સમયથી ગામલોકોની વજેપુર ગામને જામલી સાથે જોડતો રસ્તો બનાવવામાં આવે ,હાલ આ રસ્તો કાચો છે,જ્યાંથી વાહનો લઈને પસાર થવું અઘરું અને જોખમી છે, સરપંચ દ્વારા ગામ લોકોની આ માંગ મુજબ સર્વે કરી રસ્તો બનાવવાની ખાતરી આપવામાં આવી અને હવે જ્યારે રસ્તો બનવાની શરૂઆત થઈ ત્યારે અચાનક રસ્તો બીજા દિશામાં બનવા લાગ્યો..અને ગામલોકો વિફર્યા… મોટી સંખ્યામાં ગામલોકો એકઠા થયા અને સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે અંદાજીત રૂપિયા બે કરોડના ખર્ચે મજૂર થયેલ 3.8 કિલોમીટર ના ડામરના બની રહેલ આ રસ્તા નું સર્વે કાંઈ બીજી દિશામાં થયું છે, અને ગામલોકોએ તાત્કાલિક રસ્તાનું કામ અટકાવ્યું, ગામલોકોનો આરોપ છે કે વર્ષ 2020-21 મા જિલ્લા પંચાયત દ્વારા 22 લાખના ખર્ચે ગમાણ ફળિયામાં RCC રોડ બનાવાયો છે અને હવે એજ RCC રોડ ઉપર ફરી ડામર રોડ બનાવી રહ્યા છે, ગમાંણ ફળીયા સિવાયના ગામ લોકોનો આરોપ છે કે સરપંચ દ્વારા કોઈપણ ગ્રામસભા બોલાવ્યા વિના અધિકારીઓ સાથે મળી હું બાવો અને મંગળદાસની નીતિ અપનાવી આ કામ કરવામાં આવી રહ્યું છે જેમાં સત્તા નો દુરુપયોગ કરી સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ થશે,ગામના 90 ટકા લોકોની જરૂરિયાત મુજબનો જે રસ્તો છે તે નહીં બને તો ગામલોકો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે,
તો બીજી તરફ નિયમ મુજબ જ્યાં સર્વે કરાયો છે એજ જગ્યા એ રોડ બનાવવાની માંગ ગમાણ ફળિયાના લોકો કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા દરમિયાન ગિરી કરી સરકાર અને પ્રજાના નાણાં વેડફાય નહીં અને ગામના લોકોની જરૂરિયાત પૂરી થાય તે પ્રમાણે યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી ગામલોકોને સુવિધા પણ મળે ગામલોકો વચ્ચે અંદરો અંદર ઘર્ષણ પણ ન થાય.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


