Gujarat

છોટાઉદેપુર જિલ્લા કક્ષાનું પુસ્તકાલય શરૂ કરવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા છોટાઉદેપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનું પુસ્તકાલય શરૂ કરવા બાબતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં ગામડાઓના ગરીબ શાળા કોલેજોના આદિવાસી વિદ્યાર્થીઓ પણ શહેરના વિદ્યાર્થીઓ સાથે ખભે થી ખભો મિલાવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે પરંતુ છોટાઉદેપુર જિલ્લો બન્યા નવ વર્ષ ઉપરનો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી જિલ્લામાં પુસ્તકાલય ફાળવવામાં આવેલ નથી, જિલ્લામાં પુસ્તકાલયના અભાવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વાંચવા માટે અગવડતા પડી રહી છે આવનાર સમયમાં સરકારની વિવિધ પદો પર ભરતી કરવા જઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ પણ પોલીસ વિભાગ પંચાયત વિભાગ જુનિયર ક્લાર્ક તલાટી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે ત્યારે આવી સ્પર્ધાત્મક  પરીક્ષાઓની તૈયારી સુચારુ રૂપે કરી સફળતા મેળવી શકે તે માટે આવનાર સમયમાં લાઇબ્રેરી હોવી જરૂરી છે  વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા જિલ્લા કક્ષાનું પુસ્તકાલય શરૂ કરવા બાબતે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને રજુઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230105-153354_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *