Gujarat

છોટાઉદેપુર જિલ્લા નવનિયુક્ત સંગઠન પ્રભારી એ  જિલ્લામાં થનાર વિશેષ જન સંપર્ક અભિયાન અંગેના કાર્યક્રમની રૂપરેખા આપી 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષ સુશાસનના પૂર્ણ થવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઘ્વારા ૩૦ મે થી ૩૦ જૂન સુધી સમગ્ર ભારતભરમાં વિશેષ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંપર્કથી સમર્થન,વિકાસતીર્થ,લાભાર્થી સંમેલન,સંયુક્ત મોરચા સંમેલન,યોગા દિવસ,નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ વિડિઓ કોન્ફરન્સ,વરિષ્ઠ નાગરિક કાર્યકર્તાઓ સાથે ભોજન સાથે ચર્ચા,ઘર ઘર સંપર્ક યાત્રા,વિશાળ જનસભા સહિતના કાર્યક્રમો થનાર છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર ઘ્વારા પ્રજાહિતના કરવામાં આવેલ કાર્યોનો હિસાબ જન જન સુધી આ અભિયાન થકી કાર્યકર્તાઓ પહોચાડાશે.છોટાઉદેપુર જિલ્લામાં યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં છોટાઉદેપુર જિલ્લા નવનિયુક્ત સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણીએ છોટાઉદેપુર જિલ્લામાં થનાર વિશેષ જન સંપર્ક અભિયાન અંગેના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.જયારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્ર સરકારે કરેલી પ્રજાલક્ષી યોજનાઓ અંગેની માહિતી પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓને આપી હતી.છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જિલ્લાની બૃહદ સંકલન બેઠક,વિશેષ જનસંપર્ક અભિયાનના ઇન્ચાર્જ,સહ ઇન્ચાર્જો,ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓની અભિયાન અંતર્ગત બેઠક લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું તે અંગે પ્રેસને જણાવ્યું હતું.આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,જયંતીભાઈ રાઠવા,ટ્રાઇફેડ ચેરમેન રામસિંહભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા મહામંત્રી શંકરભાઇ રાઠવા,ધર્મેન્દ્રસિંહ પરમાર,મેહુલભાઈ પટેલ સહીત જિલ્લા,તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર.

facebook_1685370714125_7068957127739399007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *