Gujarat

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના ખેડૂતોના કપાસ ના વેચાણ પર વેપારી દ્વારા વટાવ કાપી લેતા મોટી સંખ્યા માં ખેડૂતો એ છોટાઉદેપુર માં મોટી સંખ્યા માં રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું      

સંખેડા તાલુકા મા ખાસ કરી ને કપાસ ની  ખેતી ખેડૂતો  કરે છે.મોઘું બિયારણ ,મોઘું ખાતર અને કડી મહેનત બાદ જ્યારે ખેડૂત તેનો કપાસ વેચવા જાય છે. ત્યારે ખેડૂત ને તેના માલ ના વળતર પર દોઢ ટકા વટાવ ખાનગી વેપારી ઓ ને આપવો પડે છે.  એક તરફ કપાસ ના ભાવ ઓછા મળી રહ્યા છે તો બીજી તરફ વટાવ કપાતો હોય ખેડૂતો ના હક્ક ના પૈસા છીનવાઈ રહ્યા છે . ખેડૂતો પાસે ભલે પૈસા ના હોય  દેવું કરી ને પણ તે રોકડા થી બિયારણ અને ખાતર લાવતો હોય છે. અને જ્યારે તેમનો માલ વેચવા જાય છે ત્યારે તેમને રોકડા પૈસા મળતા નથી .તેમને  15-20 દિવસ ના ફેર થી ચેક આપવા મા આવે છે અને તેમાંય વટાવ વેપારી ઓ કાપી લેતા તેમની સાથે અન્યાય થતો હોવા નું ખેડૂતો જણાવી રહ્યા છે.
પડતા પર પાટું સમાન તેમની ઉપજ ના નાણાં પર વટાવ કપાતા ખેડૂતો એ એ.પી.એમ સી .ના ચેરમેન ને રજૂઆત કરી હતી. ચેરમેને ખેડૂતો ની વાત યોગ્ય લાગતા તેઓ સાથે સંમત થયા હતા અને ખેડૂતો એ કરેલ પ્રતિક ધરણા માં સાથે બેસ્યા હતા . અને ખાનગી ખેડૂતો સાથે વાત પણ કરી હતી. આમ છતાં ખેડૂતો ટસ થી મસ ના થતા ખેડૂતો એ સંખેડા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું . છતાં કોઈ ઉકેલ આવ્યો નહિ . ખેડૂતો જણાવી રહ્યા છે . વટાવ પ્રથા કોઈ જગ્યા એ નથી અને ખાનગી વેપારી ઓ તેમની મનમાની કરી તેમની મહેનત ના પૈસા લઈ લે છે .
સંખેડા ના ખેડૂતો ની વ્યથા કોઈ એ ના સાંભળી અને આખરે તેમને  મોટી રેલી સ્વરૂપે છોટાઉદેપુર પહોંચી વટાવ પ્રથા બંધ કરો ના ગગન ભેદી  નારા સાથે કલેકટર ને આવેદન પત્ર આપ્યું .  હાલ તો ખેડૂતો ભારે આક્રોશ માં જોવાઇ રહ્યા છે અને જણાવી પણ રહ્યા છે કે જો તેમની સમસ્યા નું નિવારણ નહિ આવે તો તેઓ ગાંધીનગર જસે અને ત્યાં પણ નિકાલ નહી આવે તો તેઓ દિલ્હી પણ જવા ની તૈયારી માં છે.
હાલ તો ખેડૂતો ની વાત ને કલેકટરે સાંભળી અને તેમની રજૂઆત ને સરકાર માં પહોચાડવા ની ખેડૂતોને હૈયા ધારણા આપી છે
   જગત ના તાત સાથે થતા અન્યાય ને લઈ હાલ તો તેઓ લડી લેવા ના મૂડ માં આવી ગયા છે ત્યારે સરકાર ખેડૂતો ની વ્યથા નું નિવારણ લાવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.જો આજ સ્થતિ યથાવત રહેશે તો ખેડૂતો તેમની આવક કેમ કરી બમણી કરી શકાશે ..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230109-175247_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *