કવાંટ તાલુકા ના 3000 ની વસ્તી ધરાવતા કનલવા ગામે એક હેન્ડ પંપ પાસે કેટલીક મહિલા ઓ પાણી મેળવવા માટે બેસેલ જોવા મળી .ખાલી બેડા લઈ બેસી રહેલ મહિલા ઓની સાથે જ્યારે વાત કરી તો તેમને જણાવ્યું કે હેન્ડ પંપ માં માંડ એક કે બે બેડા પાણી કલાકો બાદ મળે છે. પાણી મેળવવા આખી રાત અહી બેસી રહેવું પડે છે. જે પાણી પણ પીળું આવતું હોય પીવા લાયક નથી પણ મજબૂરી એ પાણી પીવું પડે છે. આ ગામ ની અવદશા એ છે કે જ્યારે પણ ઉનાળા ની શરૂઆત થાય ત્યારે આ વિસ્તારમાં પાણી ના જળ સ્તર પાતાળ માં જતા રહે છે. ગામ માં અસંખ્ય બોર આવેલ છે તે તમામ સુકાઈ જાય છે. જળ એ જીવન છે પાણી વગર કોઈ પણ જીવ નું જીવન અસક્ય છે. ગામ ની કાયમી સમસ્યા ના નિવારણ લાવવા માટે સરકાર ની નલ સે જળ યોજના નો લાભ આ ગામ ને પણ મળ્યો .ગામ માં યોજના આવતા ગામ ના લોકો ની ખુશીનો પાર ન હતો .પણ તેમની ખુશી ઠગારી નીવડી ગામ માં લાગેલા નલ માં આજે એક વર્ષ થયું એક ટીપુ પાણી નથી આવ્યું .લગાવેલા સ્ટેન્ડ પોઝ નકામાં અને શોભા ના ગાઠિયા સમાન બન્યા છે. કેટલીક જગ્યા એ તો સ્ટેન્ડ પોઝ તૂટી પણ ગયા છે. ગામ ના લોકો સાથે જાણે મજાક કરી હોઈ તેમ લાગી રહ્યું છે. જે કામ એજન્સી એ કર્યું હોઈ તેમને તો મલાઈ દાર પૈસા પોતાના ખિસ્સા માં સેરવી લીધા હસે તો બીજી બાજુ ગામ ના લોકોની પીવા ના પાણી ની સમસ્યા આજે પણ જેસે થે છે ગામ ની મહિલા ઓ ગમે તેમ કરી પોતાને પીવા માટે પાણી મેળવી લેતી હસે પણ મૂંગા જાનવરો માટે શું ? એ વિચારે પણ મન કંપી ઉઠે. આ તમામ સમસ્યા થી વાકેફ પંચાયતે તંત્ર માં વારંવાર રજૂઆતો કરી પણ આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી. કેટલાક લોકો હવે પોતાના ખર્ચે કુવા તો બનાવી રહ્યા છે પણ પાણી તેમને માવોસર નથી રહી રહ્યું કુવામાં હોય તો હવાડા માં આવે તેવી સ્થતિ આ ગામ ની છે . પાતાળ માંજ પાણી જતા રહ્યા હોઈ પાણી ક્યાંથી આવે. જેથી ગામ ના લોકો નજીક માંથી હાફેશ્વર પાણી પુરવઠા ની યોજના ની લાઈન જે દાહોદ સુધી જઈ રહી છે તેમાંથી પાણી આપવા મા આવે તો ગામ લોકો ની કાયમી સમસ્યા નું નિવારણ લાવી શકાય
ગામ ના લોકો નું એ પણ કહેવું છે કે સરદાર સરોવર ડેમ તેમની નજીક છે અને ડેમ દ્વારા છેક કચ્છ સુધી પાણી પહોચાડવા માં આવ્યું છે પણ તેમને પાણી મળતું ના હોઈ લોકો માં ભારો ભાર નારાજગી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


