Gujarat

 છોટાઉદેપુર જિલ્લા પોલીસની દ્વારા તેજગઢ ખાતે આંતર પોલીસ મથક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

 કાયદો અને વ્યવસ્થામાં ચોવીસ કલાક વ્યસ્ત પોલીસ કર્મીઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે અને જિલ્લાના પોલીસ કર્મીઓનું સંકલન જળવાઈ રહે અને વિભાગીય રમત ગમત સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી શકે સાથે સારી રીતે પોતાની ફરજ નિભાવી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા પોલીસ પરેડ મેદાનમાં તમામ રમતો માટેના મેદાન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, ગત સપ્તાહે ટેનિસ ટુર્નામેન્ટ બાદ શનિ રવિ દરમિયાન તેજગઢ ખાતે આંતર પોલીસ મથક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પોલીસ હેડક્વાર્ટર સહિત જિલ્લાના પોલીસ મથકો ની મળી કુલ ટીમોએ ભાગ લીધો હતો,ફાઇનલમાં પોલીસ હેડક્વાર્ટર અને છોટાઉદેપુર પોલીસ મથકની ટીમ વચ્ચે થયેલ રોમાંચક મુકાબલામાં હેડક્વાર્ટરની ટીમ ચેમ્પિયન બની હતી, ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન હાજર પણ રહ્યા હતા અને પોતાના વિભાગના કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા,વિજેતા અને રનર્સઅપ ટીમ સહિત સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને જિલ્લા પોલીસ વડા ના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *