Gujarat

છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતમાં ૧૮૧ અભયંમની મહિલાઓ માટેની ઉત્કૃષ્ટ સેવા પ્રસંશનિય બની

ગુજરાત સરકારે રાજ્યના તમામ ૩૭ જિલ્લાઓમાં મહિલાઓની અવિરત ચિંતા કરી ૧૮૧ અભયમ સેવા વર્ષ -૨૦૧૫માં આંતર રાષ્ટ્રીય મહિલા દિને ચાલુ કરી હતી જેને માર્ચ ૨૦૨૩માં આંતરરાષ્ટ્રીય મહિલા દીને ૮ વર્ષ પૂર્ણ કર્યા હતા ગુજરાત સરકારે મહિલાઓ ઉપર થતાં અત્યાચાર અન્ય વિવિધ પ્રકારની હિંસા અંતર્ગત મહિલાઓને યોગ્ય અને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત રાજય મહિલા બાળ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આમઆ મહિલાલક્ષી યોજનાઓ મહિલાઓને મળી રહે અને મહિલાને મુશ્કેલી સમયમાં તાત્કાલિક બચાવી શકાય તેવા હેતુસર આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી આ સેવા કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સાથી અગ્ર હરોળમાં રહ્યું છે જેમાં ૧૮૧ મહિલા મદદ કેન્દ્ર ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં વ્યસ્ત અને કાર્યાનૃિત રહે છે માત્ર ૮ વર્ષના ગાળામાં ૧૧,૭૬,૧૦૨ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ,બચાવ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને રેસ્કયુવાન દ્વારા કાઉન્સિલર દ્વારા૨,૩૭,૯૦૧ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડી છે અને વિવિધ સ્થળે ફોન આવતા રૂબરૂ જઈને ૧,૪૯,૩૩ કેસોનો નિકાલ સ્થળ ઉપર જઈને સમાધાન સ્વરૂપે કરેલ છે તેમજ ૭૧,૮૭૨ જેટલી મહિલાઓની ફરિયાદને રેસ્ક્યુ વાંન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબી મુદત માટેના કેસો સરકારની સંલગ્ન સંસ્થાઓને પહોંચાડી હતી આ સેવા થી મહિલાઓને પોતાના પરિજન જેવી સમકક્ષ મદદ મળતી હોવાથી મહિલાઓમાં આ સેવા માટે વિસ્વાસ પ્રસ્થાપિત થયો આમ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શ્રેષ્ઠ વ્યવસ્થા સાથેનું આદર્શ રાજય બનવા પામેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *