છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ જોડાવાંટ ગામે તાલુકા પંચાયત બેઠક મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ 152 લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્ય ગુમાનભાઈ રાઠવા સહિતના ભાજપના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


