છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે ત્યારે ચારભુજા સેવા ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઝોઝ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 200 થી વધારે સિકલ સેલના દર્દીઓને ઘાબળા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, ઝોઝ સામુહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ચારભુજા સેવા ટ્રસ્ટના અશોકભાઈ અજમેરા સહિત ચારભુજા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


