પોટીયા પ્રાથમિક શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનો પ્રગટ પુરુષોત્તમ મંદિર, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારી પદાધિકારીઓના મુલાકાત, પરિચય સંદર્ભે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી,છોટાઉદેપુર મામલતદાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે બાળકોની મુલાકાત કરાવવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે હળવી રમૂજ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્ય મુકેશકુમાર ઉપાધ્યાય દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાસ્ટિક પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વાંચનથી આધિકારીઓ અને પદાધિકારીઓએ આનંદ વ્યક્ત કરી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. પ્રવાસ દરમ્યાન જિલ્લાના પદાધિકારી રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા, આદિજાતિ ડિરેકટર જશુભાઈ રાઠવા, સગ્રામસિંહ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, જિલ્લા સદસ્ય ગુમાનભાઈ રાઠવા સાથે પણ પરિચય અને સંવાદ કર્યો હતો.સૌ તમામ દ્વારા બાળકોને આનંદ વિનોદ કરાવીને બાળકોને પ્રસન્ન રાખ્યા હતા. તમામ અધિકારી ગણ દ્વારા બાળકોને અલ્પાહાર, ચોકલેટ, ફ્રૂટ, બિસ્કિટ સાથે ઠડાં પીણાંનો આનંદ કરાવ્યો હતો. આ તબબકે બાળકો માટે અદ્ભૂત ક્ષણો હતી. તમામ અધિકારીઓએ દ્વારા ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ સરકારી બિલ્ડિગને વિસ્મયપૂર્વક નિહાળી રહ્યા હતા. પ્રથમ વખત જિલ્લાના સંકલન હોલમાં બાળકોને બેસેલા જોઈને શિક્ષકોને પણ પોતાના નૂતન પ્રવાસ અને સંવાદ અંગેના આયોજન પુરુષાર્થ સાર્થક બની રહયાનો વિશેષ આનંદ જણાતો હતો.બાળકોની ખુશીમાંજ સૌની ખૂબીના દર્શન થતા હતા.
અધિકારીઓ દ્વારા જીવનમાં ખૂબ પ્રગતિ કરવાના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સાંજના સમયે છોટાઉદેપુર નગરમાં નિર્માણ પામેલા પ્રગટ પુરુષોત્તમ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં સંતો દ્વારા આશીર્વચન પ્રાપ્ત થયા હતા. મંદિરમાં દર્શન કરી બાળકોએ ધન્યતા અનુભવી હતી.અંતમાં મંદિર પરિસરમાં સમૂહ ભોજન લઈને આજના નૂતન પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ખરેખર આજનો પ્રવાસ અને અધિકારી સાથે થયેલા સંવાદ બાળ માનસ પર અનેકરીતે સ્મૃતિ સભર બની રહેશે.આ અવસરે બાળકો માટે વિશેષ ઇકોગાડી વાહનની સુવિધા ગામના દેવજીભાઈ, વિક્રમભાઈ, ગોવિદભાઈ તેમજ વિનુભાઈએ આપી હતી. આ યાદગાર પ્રવાસ તસવીર સાથે શિક્ષણ વિભાગ ગાંધીનગરને પણ પ્રોફાઈલ અર્પણ કરવામાં આવનાર છેં. બાળકોમાં આજના દિવસનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા કક્ષાના સર્વોપરી અધિકારીઓની સહજતા અને નિખાલસતા બાબતે ગૌરવની લાગણી અનુભવાય છેં. સરકારના આજ અધિકારીઓ પદાધિકારીઓ જન કલ્યાણને વ્યાપક બનાવી લોકશાહીની ગરિમાને ઉંચે લઈ જઈ રહ્યા છેં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


