છોટાઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા 4000/- ની લાંચની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે આજરોજ એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓની છાવણી માં ચકચાર મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર ગ્રામ્ય વિસ્તારના એક નાગરિક પાસે જમીન સમતળ કરવા નરેગા ના કર્મચારી જે અગીયાર માસ કરાર આધારિત રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ 4000/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસીબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લાના એસીબી પોલીસ અધિકારી ડી ડી વસાવા એ રૂ. 4000/- ની લાંચ લેતા રમેશભાઈ અંબાલાલ ઠાકોરને રાણી બંગલા પાસે આવેલ તેનાં ઘરેથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર તાલુકા પંચાયત નરેગા વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સમગ્ર કર્મચારી આલમમાં ચકચાર મચી ગયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


