છોટાઉદેપુર થી અંબાજી જતી નવીન લક્ઝરી બસને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, આ લક્ઝરી બસ છોટાઉદેપુર થી અંબાજી વાયા બોડેલી,પાવાગઢ, હાલોલ, ગોધરા, લુણાવાડા, મોડાસા જશે આ લક્ઝરી બસમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ પણ મુસાફરી કરી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર ડેપો મેનેજર, બોડેલી ડેપો મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


