વર્ષો જૂની જે લોક માંગ હતી કે પ્રતાપનગરથી છોટાઉદેપુર ની પેસેન્જર ટ્રેન ને અલીરાજપુર(મધ્યપ્રદેશ) સુધી લંબાવવામાં આવે જે અંતર્ગત ભારત સરકારમાં રજૂઆત કરી.
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં લઈને આજરોજ પ્રતાપનગર થી છોટાઉદેપુર, છોટાઉદેપુર થી અલીરાજપુર સુધી ટ્રેન લંબાવવામાં આવી છે જે ટ્રેનને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવી.
આ પ્રસંગે સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી તેમજ ડીઆઇસીસી મેમ્બર , મહિલા મોરચાના પ્રમુખ અને રેલવે વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા..
આ ટ્રેન શરૂ થવાથી વડોદરા બોડેલી ડભોઇ છોટાઉદેપુર પાવીજેતપુર પંથકના તમામ લોકોને મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ અલીરાજપુર સુધી સરળ રીતે ટ્રેનમાં બેસીને મુસાફરી નો લાભ મળશે. તેમજ નાના વેપારીઓને પણ માલ સામાનની હેરફેર પણ સરળતાથી કરી શકશે.
વર્ષો જૂની જે લોક માંગ હતી કે પ્રતાપનગરથી છોટાઉદેપુર ની પેસેન્જર ટ્રેન ને સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી હતી અલીરાજપુર(મધ્યપ્રદેશ) સુધી લંબાવવામાં આવે જે અંતર્ગત ભારત સરકારમાં ગીતાબેન રાઠવા દ્વારા રજૂઆત કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર