Gujarat

છોટાઉદેપુર નગરની મધ્યમાં છેલ્લા ચાર વર્ષથી 1 કરોડ 70 લાખના ખર્ચે બનેલ શોપિંગ કોમ્પ્લેક્ષ હાલ ગંદકી અને અસામાજિક તત્વો નો અડ્ડો બની ને રહી ગયું છે. 

છોટાઉદેપુર નગરની મધ્યમાં પેટ્રોલ પંપ ચાર રસ્તા નજીક નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત 1 કરોડ 70 લાખના ખર્ચે મલ્ટી પરપઝ બિલ્ડીંગ બનાવી. પાલિકાને આર્થિક મદદ મળે તે માટે પ્રાઈમ લોકેશન ઉપર આ 40 દુકાનો યુક્ત કોમ્પ્લેક્ષ બનાવ્યું. વેપારીઓ ને પણ છોટાઉદેપુરમાં આ કોમ્પ્લેક્ષ માં દુકાનો લેવા માટે ભારે ઉત્સાહ હતો પરંતુ છેલ્લા ચાર વર્ષથી બનીને તૈયાર આ ઈમારત હરાજી ની રાહ જોઈ રહી છે. ઈમારત બનાવતાં પહેલા આ જમીન ઉપર આંગણવાડી હતી જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરતાં પહેલાં જ કરોડોના ખર્ચે ઈમારત બનાવી દેવાઈ.  સરકારી ઈમારત ની ફાઈલ પણ સરકારી કચેરીઓમાં  ક્યાંક એવી દબાઈ ગઈ હતી કે ચાર વર્ષ સુધી હેતુફેરની વહીવટી પ્રક્રિયા પૂર્ણ ના થઈ, જો કે હવે હેતુફેર તો થઈ ગયો છે પરંતુ ફાયરસેફટીની સુવિધાના અભાવે આ પ્રશ્ન નો નિકાલ આવ્યો નથી અને બીલ્ડીંગ ધૂળ ખાઈ રહી છે
હાલ તો પોણા બે કરોડના ખર્ચે બનેલ આ અદ્યતન ઈમારત ગંદકી અને અસામાજિક તત્વો નો અડ્ડો બની છે. લોકો અહીં શૌચ ક્રિયા માટે ઉપયોગ કરે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જ, આટલું જ નહીં પડ્યે પડ્યે જ ઇમારતમાં ભંગાણ પણ સર્જાયા છે. કેટલાય કાચ તૂટી ગયા છે. તો ઈમારત ની આસપાસ લારી ગલ્લા ઓનો જમાવડો છે. છેલ્લા ચાર વર્ષથી રાહ જોઈ રહેલા લોકો જલ્દીથી પ્રશ્ન નો નિકાલ આવે અને દુકાનો ની હરાજી થાય તેવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *