Gujarat

છોટાઉદેપુર ના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયા નો મેળો ભરાયો જેમાં બે રાજ્યના આદિવાસી સમાજના લોકો આવ્યા ગોળ ફળિયાના મેળામાં આદિવાસી સમાજના લોકોએ શ્રીફળ ફોડી પૂજા અર્ચના કરી બાધા રાખનાર વ્યકતિ લાકડાના માંચડા ઉપર દોરડું બાંધી ગોળ ગોળ ફર્યા જયારે આદિવાસી સમાજના લોકો રામ ઢોલ વગાડી આદિવાસી ટીમલી ના તાલે નાચ્યા હતા જ્યારે આદિવાસી મહિલાઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના આભૂષણો પહેરીને આવી હતી 

કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો ભરાયો જેમાં ગોળ ફળિયા ના મેળામાં ગામ લોકો દ્રારા લાકડાનો એક સ્થમ્ભ ગામના સીમાડે ઉભો કરવામાં આવે છે તેના ઉપર કોતરણી કરી એક માંચડો બેસાડવામાં આવે છે અને એ સ્થમ્ભ ની પૂજા અર્ચના ગામના ભુવા દ્રારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ગામ ના જે લોકોએ બાધા રાખી હોય તેવા વ્યક્તિને માંચડા છેડે દોરડા વડે લટકાવવામાં આવ્યો હતા અને બંનેવ તરફથી દસ થી પંદર લોકો લાકડા ના માંચડાને ગોલ ગોળ ફેરવે છે સૌથી પહેલા ભુવાને માંચડા ઉપર લટકાવવામાં આવ્યો હતો ત્યાર બાદ અલગ અલગ બધા રાખનાર લોકોને ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે આ વખતે રામ ઢોલ સાથે આદિવાસી સમાજના લોકો નાચ ગાન અને નૃત્ય કરી કર્યું હતું જયારે મહિલાઓ એક જ કલર ના કપડા તેમજ ચાંદીના આભૂષણો જેવા કે કળા, આસળી જેવા અનેક પ્રકારના ગળામાં પહેર્યા હતા ગોળ ફળિયાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ગામ લોકોના જણાવ્યા મુજબ ગોળ ફળિયા ની પૂજા ના કરે તો ગામમાં આફત આવે છે અને રોગચાળો ગામમાં ફેલાય છે પૂજા કરવાથી ગામ ની સમૃદ્ધિ થાય છે અને ગામમાં રોગચાળો પણ ફેલાતો નથી અને દર વર્ષે અલગ અલગ લોકો બાધા રાખે છે જેમાં સંતાન પ્રાપ્તિ માટે તેમજ ઘરની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમજ સમગ્ર જિલ્લમાં રોગચાળો ના ફેલાય તે માટે પૂજા કરવામાં આવે છે અને લોકો દ્રારા બાધા રાખવામાં આવે છે સાથે આ મેળામાં બે રાજ્યો માંથી આદિવાસી સમાજ ના લોકો આવે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230308_165827.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *