Gujarat

છોટાઉદેપુર રાજ્યમાં બારમાસી પાકા રસ્તાઓ ન હતા પણ પ્રજાની સુરક્ષાની તકેદારી માટે રાજના થાણાઓ ટેલિફોનથી જોડાયેલા હતા    

લોકશાહીના હાર્દમાં પ્રજા છે પણ ભારતના ઘણા રજવાડાઓ ના રાજાઓના હૃદયમાં પ્રજા હતી.વડોદરાના સયાજીરાવ,ગોંડલના ભગવતસિંહજી અને ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી એનું ઉદાહરણ છે.આ એવા રાજાઓ હતા જે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી રહેતા.
 પૂર્વ પટ્ટીનું છોટાઉદેપુર ભલે એક નાનું રજવાડું હતું પરંતુ એના શાસકોનો અભિગમ પ્રગતિશીલ અને પ્રજાના સુખદુઃખની કાળજી લેવાનો હતો.કવાંટના એક વડીલનું કહેવું છે કે આ વિસ્તારમાં સ્વતંત્રતા ના આંદોલન ની પ્રવૃત્તિઓ ઘણી ધીમી હતી કારણ કે પ્રજાને સીધો સંબંધ રાજ અને રાજના સેવકો સાથે હતો.તેમની વચ્ચે સંબંધો સૌહાર્દભર્યા હતા.
  રાજ્ય અંગ્રેજોના તાબા હેઠળ હતું.પરંતુ એમના વતી રાજ તો રાજાનું હતું.ગોરાઓ તો કોઈ ખાસ પ્રસંગે રાજના મહેમાન બને ત્યારે જોવા મળતા.
   રાજ્ય શાશન થી પ્રજાને કોઈ ઝાઝી કનડગત ન હોવાથી અને આ રાજ્યમાં અંગ્રેજો ચિત્રમાં જ ન હોવાથી સ્વતંત્રતા આંદોલનનો પ્રભાવ ઓછો હતો.
  ત્યારે વાહન વ્યવહાર મોટે ભાગે ઘોડા,બળદગાડા આધારિત હોવાથી બારમાસી પાકા રસ્તા જૂજ હતા.
  પરંતુ પ્રજાની સુરક્ષા માટે ચૌકનના રાજ શાશને રાજ્યના વિસ્તારને વિવિધ થાણાંઓ માં વિભાજીત કરીને બંદોબસ્ત ગોઠવ્યો હતો.
  હજુ વીજળી અને ટેલિફોન ના યુગનું ભારતમાં આગમન થયું ન હતું અને આ સુવિધાઓ માત્ર ખૂબ મોટા શહેરો પૂરતી મર્યાદિત હતી ત્યારે છોટાઉદેપુર ના શાસકો એ રાજ્યના થાણાંઓ માં કોઈ પણ બનાવ કે ઘટનાની તત્કાળ ખબર મળી રહે તે માટે ટેલિફોનની સુવિધા થી સજ્જ કર્યા હતા.
    આ ટેલિફોન નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તો થતો જ હતો.તેની સાથે નાગરિકો ને આ સુવિધાનો મર્યાદિત લાભ,ખૂબ અગત્યના સંદેશાઓ ની આપલે માટે આપવામાં આવતો.
  આજે, તમારા સંબંધી ગામના પોલીસ થાણામાં ફોન કરીને તમારા માટે કોઈ મેસેજ આપે અને પોલીસ જવાન ઘેર આવીને તમને એ સંદેશ જણાવે અને જરૂર પડ્યે થાણે લઈ જઈ સામેના છેડે ઉપલબ્ધ તમારા સંબંધી સાથે વાત કરાવે એવું સૌજન્ય કલ્પના બહારનું છે.અને પ્રત્યેક હાથમાં મોબાઈલના વર્તમાન જમાનામાં જરૂરી પણ નથી.પરંતુ જ્યારે ટપાલ મોકલવાના પણ ફાંફા હોય એવા જમાનામાં રાજ્ય શાશન નું આ સૌજન્ય કેટલું આશીર્વાદ રૂપ બની રહેતું એ તો જેમને આ લાભ મળ્યો છે તેવા લોકો જ સમજી શકે.
   ત્યારે કવાંટ એક અગત્યનું થાણું હતું અને છોટાઉદેપુર કવાંટ વચ્ચે બસ વ્યવહાર ન હતો. ગાડામાં અવર જવર થતી અને ૨૪ કિલોમીટરનું અંતર કાપતાં બે દિવસ નીકળી જતા.
   તે સમયે કવાંટના મિશ્રા પરિવારના સદસ્યો ઉત્તર પ્રદેશથી છોટુદેપુર આવ્યા હતા અને કવાંટ જવાની મૂંઝવણ હતી ત્યારે એક પોલીસ અમલદાર એમને પોલીસ થાણે લઈ ગયા અને એમના સંબંધીને કવાંટના પોલીસ થાણે બોલાવીને ટેલિફોન થી એમનો સંપર્ક કરાવ્યો હતો.અને તે પછી કવાંટ થી ગાડું લેવા આવતા તેઓ ગામ ભેગા થયા હતા.
  આવી હતી તે સમયના રાજા અને રજવાડાઓ ની પ્રજા વત્સલતા…
                             **************
(બીજો ભાગ બનાવવો)
છોટાઉદેપુરના રાજાએ 1915માં પણ પોલીસ થાણું ટેલીફોનથી સજજ રાખ્યું હતું
એવો યુગ જ્યારે ક્યાંયે લાઈટ ન હતી પણ અહીં ટેલિફોન તો હતા જ!
      છોટાઉદેપુરના નટવરસિંહ ચૌહાણના રાજમાં જયારે ઇન્ફરમેશન ટેકનોલોજીનો જન્મ પણ થયો ન હતો . અંદાજે ૧૯૧૫ ની સાલમાં રાજ્યનું પ્રત્યેક પોલીસ થાણું ટેલિફોનની સુવિધાથી સજ્જ હતું. તે વખતે ટ્રાન્સપોર્ટેશન, રસ્તાઓ, વિજળી સહિતની આંતર માળખાકીય સુવિધાઓનો સદંતર અભાવ હતો.ત્યારે પણ રાજા સાહેબ પ્રજાની સુરક્ષા માટે કોમ્યુનીકેશન તંત્રની મશીનરી પરદેશથી આયાત કરી પ્રત્યેક પોલીસ મથકે ટેલીફોન ચોવીસ કલાક કાર્યરત કર્યા હતા. આ એવા સમયની વાત છે કે જયારે લોકો બળદગાડાઓમાં મુસાફરી કરતા હતા.
      છોટાઉદેપુરના રાજવીએ આઝાદી પૂર્વેના રાજાશાહી જમાનામાં પ્રજાની સુરક્ષાના મામલે ઝીણવટભરી દેખરેખ રાખી હતી.૧૯૩૫ ના વર્ષમાં યુ.પી.થી કવાંટ આવી રહેલાં એક પરિવારે રાજાના દરબારમાં પહોંચી મદદ માટે સાદ પાડ્યો હતો ત્યારે તેમણે પોલીસ થાણાનો સંપર્ક કરી આ પરિવારને વ્હારે આવવા જણાવેલું . તે સંસ્મરણોને વાગોળતા તે દિવસથી કવાંટમાં વસતા આ મિશ્રા પરિવારે રાજશાહી જમાના કોમ્યુનિકેશનથી સજ્જ માળખાને કારણે સારી મદદ મળેલી તે વાતને ઉજાગર કરી હતી. આ ટેલિફોનમાં એક હેન્ડલ આવતું તેને ફેરવતા ટેલીફોનમાં કરન્ટ રીચાર્જ થતો.જયારે કોલ કરવાનો થતો ત્યારે જે વિજ પ્રવાહ ટેલીફોન માટે વપરાતો તે તેમાંથી જ ઉત્પન્ન થતો હતો.
બોક્સ 1
ટેલીફોન દ્વારા ટેલિફોનથી રાજાના દરબારમાં જાણ કરાતી હતી.
છોટાઉદેપુર રાજ્યમાં કયાંયે ચોરી , ડકૈતી કે લૂંટફાટ થાય અથવા કાયદો વ્યવસ્થાને લગતી સ્થિતિ બગડે એટલે ટેલીફોન મારફતે છોટાઉદેપુર રાજાના દરબારમાં તુરંત જાણ કરવામાં આવતી હતી. ટેલીફન પર સૂચના આપી રાજા પાસે ચોરોને દોરડા વડે બાંધી લાવવામાં આવતા અને તેમનો ન્યાય તોળાતો.
બોક્સ 2
પોલિસ માત્ર ઘોડાઓનો જ ઉપયોગ કરતી હતી
આ ટેલીફોનની સુવિધા એવા જમાનામાં હતી કે જયારે વિજળી પણ ઉત્પાદિત થઇ ન હતી . ગાડીઓનું પણ અસ્તિત્વ ન હતું . રસ્તાઓ તો હતા જ નહીં . પોલીસ તે વખતે ઘોડાઓ પર સવાર થઇ એક સ્થળેથી બીજે સ્થળે જતા આજની પોલીસ પી.સી.આર વાન તે વખતના ઘોડાઓ સાથે જ સરખાવી શકાય .
બોક્સ 3
લોકો ટેલીફોન જોવા માટે તલસતા હતાં
ટેલીફોન હજી કોઇએ જોયા જ ન હતા એક સ્થળે કોઇ બોલે અને લાંબા અંતરે તેને બીજો સાંભળે તેવી સુવિધા તે વખતના નાગરિકો માટે અચરજ પેદા કરતી તે વખતની પ્રજા પોલીસ થાણાઓમાં ટેલીફોન કેવો આવે તે સ્પેશ્યલ જોવા માટે જતા હતા .

IMG-20230511-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *