ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીહોદ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા તે રોકેલ નહીં અને સીહોદ-વાંકી રોડ ઉપર પુરી ઝડપે ભગાડતા તેને પકડવા પીછોકરી કોલીયારી ગામે વદેસીયા ફળીયામાં રોડની સાઇડમાં ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખી નાસવા લાગતા તેનો પીછો કરતા જે પકડાયેલ નહીં જેથી ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૭૮,૮૪૦/- ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ હુન્ડાઇ ગેટ્સ ફોર વ્હીલર ગાડી નંબર WB-20-H-2877 સાથે પકડી પાડી જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


