Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનના વચલીભીત ગામ માંથી કિ.રૂ.૩૦,૮૨૮/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.  

રોહન આનંદ ઇન્ચા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ….જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ઝોઝ પોલીસ સ્ટેશનના વચલીભીત ગામેથી રહેણાંક ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૩૦,૮૨૮/- નો મુદામાલ સાથે આરોપી વિજયભાઇ ઉર્ફે બકાભાઇ રૂપસીંગભાઇ નાયકા ને ઝડપી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230505-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *