Gujarat

છોટાઉદેપુર વકીલ બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું, આજે ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપ્ત થઈ,

છોટાઉદેપુર બાર એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની ૮ ટીમોએ ભાગ લીધો હતો જ્યારે આજે સેમી ફાઈનલ અને ફાઇનલ રમાઈ હતી જેમાં ફાઇનલમાં છોટાઉદેપુર વકીલ બાર એસોસિએશન ટીમ, તેમજ છોટાઉદેપુર નામદાર 11 ની ફાઇનલ મેચ રમાઈ હતી આ ફાઇનલ મેચમાં છોટાઉદેપુર બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એડિશનલ સેશન્સ જજ, ડિસ્ટ્રિક્ટ સરકારી વકીલ આર એસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ ફાઇનલ મેચમાં છોટાઉદેપુર નામદાર 11નો વિજય થયો હતો વિજેતા થયેલ ટીમને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને રોકડ રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230129_163704.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *