છોટા ઉદેપુર ખાતે જનરલ હૉસ્પિટલ સહીત ઘણી મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલો આવેલી છે. પરતું બ્લડ બેન્ક ન હોવાથી અહીંના દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો. અને વડોદરા કે બોડેલી જઈ જરુરી બ્લડ લાવવું પડતું હતું. જ્યારે હૉસ્પિટલમાં થી પણ બ્લડ ન હોવાને કારણે અક્સ્માત વાળા દર્દી ઓએ વડોદરા રીફર કરવાની ફરજ પડતી હતી. આજરોજ છોટા ઉદેપુર ના મેડિટોપ હૉસ્પિટલ ખાતે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. છોટા ઉદેપુર ખાતે આયુષ બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ થતાં પ્રજા આનંદ ની લાગણી છવાઈ હતી. આ પ્રસંગે જીલ્લા પોલિસ વડા સહીત મહંત શ્રી યોગીશ્વર દાસજી, જાગનાથ મહાદેવ મંદિર ના મહંત શ્રી, આયુષ બ્લડ સેન્ટર ના ડો. મનીષ વિડજા સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર


